ખેરગામમાં “Viksit Bharat@2047 – સેવા સંકલ્પ અભિયાન-2026” અંતર્ગત તાલુકા કક્ષાની વકતૃત્વ અને ચિત્રકળા સ્પર્ધા યોજાઈ.

SB KHERGAM
0

  ખેરગામમાં “Viksit Bharat@2047 – સેવા સંકલ્પ અભિયાન-2026” અંતર્ગત તાલુકા કક્ષાની વકતૃત્વ અને ચિત્રકળા સ્પર્ધા યોજાઈ.



ખેરગામ, તા. 26 સપ્ટેમ્બર 2026:
“વિકસિત ભારત @2047 – સેવા સંકલ્પ અભિયાન-2026” અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાની વકતૃત્વ અને ચિત્રકળા સ્પર્ધાનું આયોજન જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા કારોબારી સમિતિના અધ્યક્ષ ડો. અમિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, નવસારીના શ્રી મનીષભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, બી.આર.સી. ખેરગામના શ્રી વિજયભાઈ પટેલ, જનતા કેળવણી મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ચેરમેન શ્રી પ્રશાંતભાઈ પટેલ સહિત કારોબારી સભ્યો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકમિત્રો તથા સ્પર્ધક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. જનતા માધ્યમિક શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગતવિધિ કરવામાં આવી હતી.

તાલુકા કક્ષાની વકતૃત્વ અને ચિત્રકળા સ્પર્ધા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ ત્રણ વિભાગમાં યોજાઈ હતી. ચિત્રકળા સ્પર્ધામાં ત્રણેય વિભાગની કુલ 49 શાળાઓમાંથી 147 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

વકતૃત્વ અને ચિત્રકળા બંને સ્પર્ધામાં ત્રણેય વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા. સ્પર્ધાઓમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાના શિક્ષકમિત્રોએ નિર્ણાયક તરીકેની જવાબદારી નિભાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન જનતા માધ્યમિક શાળા, ખેરગામના સ્ટાફમિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક મંડળનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, વક્તૃત્વકૌશલ્ય અને પ્રતિભાને પ્રોત્સાહન આપતો આ કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top