Khergam તાલુકાના આછવણી ગામે PM kisan utsav divas અને Milet મેળાનું આયોજન

SB KHERGAM
0

 Khergam તાલુકાના આછવણી ગામે PM kisan utsav divas અને Milet મેળાનું આયોજન.

તારીખ 13/03/2026ના રોજ ખેરગામ તાલુકાના આછવણી ગામે સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરે PM કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી અને મિલેટ પાકોના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.


આ પ્રસંગે પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કર્તા મહેશભાઈ ગાવિત, રેખાબેન પટેલ તથા ભાજપના પૂર્વ પ્રમુખ ચુનીભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, મિલેટ પાકો અને ઝેરમુક્ત ખેતીના લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


કાર્યક્રમ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી Narendra Modi દ્વારા આસામના Guwahati શહેરથી PM-Kisan યોજનાનો 22મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. દેશભરના લગભગ 9 કરોડ 32 લાખ ખેડૂત ભાઈઓ અને બહેનોના ખાતામાં કુલ રૂ. 18,640 કરોડની સહાય સીધી જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પણ ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતો દ્વારા નિહાળવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખશ્રી લીતેશભાઈ ગાંવિત, ભાજપ પૂર્વ પ્રમુખશ્રી ચુનીભાઈ પટેલ, તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ખેરગામ ભાજપ મહામંત્રીશ્રી ચેતનભાઈ પટેલ, ખેરગામ ભાજપ મહામંત્રીશ્રી વિજયભાઈ રાઠોડ, સરપંચ મંડળના પ્રમુખશ્રી મનોજભાઈ પટેલ, આછવણી ગામના સરપંચશ્રી શ્રીમતી વિરલાબેન પટેલ, મદદનીશ ખેતી નિયામક નવસારી આશિષભાઈ લાડ, બાગાયત અધિકારી રીટાબેન ચૌધરી, એગ્રીકલ્ચર ઓફિસર ઉમેશભાઈ પટેલ, ડેપ્યુટી તાલુકા વિકાસ અધિકારીશ્રી જીતુભાઈ, વિસ્તરણ અધિકારીશ્રી ભાવેશભાઈ ચૌધરી, વિસ્તરણ અધિકારીશ્રી કલ્પેશભાઈ પટેલ, ખેરગામ તાલુકાના ગ્રામસેવકો, તલાટી કમ મંત્રીઓ, સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં તાલુકા અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી, પૌષ્ટિક મિલેટ પાકો અને ઝેરમુક્ત ખેતી અંગે જાગૃતિ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top