રૂઝવણી મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો.

SB KHERGAM
0

 રૂઝવણી મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો.


ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની રૂઝવણી મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026નો કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયક સાહેબની અધ્યક્ષતામાં ઉત્સાહભેર યોજાયો.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી અને બાલવાટિકાના નાનાં ભૂલકાઓનું તિલક કરીને તથા શૈક્ષણિક કિટ આપી હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું. તેમજ CET, NMMS અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેમજ 100 ટકા હાજરી નોંધાવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું.


આ પ્રસંગે યોજાયેલી શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની બેઠકમાં શાળાના સર્વાંગી વિકાસ, શાળા વિકાસ આયોજન અને આગામી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.


પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણે ગામજનો અને વાલીઓને શાળા પ્રવેશોત્સવનું મહત્વ સમજાવી બાળકોને નિયમિત શિક્ષણ સાથે જોડવા અપીલ કરી.


આ કાર્યકમમાં લાયઝન અધિકારી શ્રી જીગરભાઈ પટેલ, ગામના આગેવાનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ શિક્ષકો, વાલીઓ, ગામજનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top