બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પટેલ ગ્રુપની પ્રેરણાદાયી પહેલ

SB KHERGAM
0


બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પટેલ ગ્રુપની પ્રેરણાદાયી પહેલ.

અડદા, તા. જિ. નવસારી: સમાજના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે જરૂરી સાધનો મળી રહે અને તેઓ ઉત્સાહપૂર્વક અભ્યાસ કરી શકે તેવા હેતુ સાથે પટેલ ગ્રુપ દ્વારા નવસારી વિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

આ પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ શાળાઓમાં યુનિફોર્મ, નોટબુક, સ્લેટ, પાટીયા, પેન-પેન્સિલ, કલર કીટ, બેસવાના આસન, શેતરંજી, પાથરણા, સ્ટીલની થાળી તેમજ પાણીનું કૂલર સહિતની શૈક્ષણિક અને ઉપયોગી સામગ્રી આપવામાં આવી હતી.


પટેલ ગ્રુપના સહયોગથી અમલસાડ મિશ્ર પ્રાથમિક શાળા, છાપર પ્રાથમિક શાળા, મોવાસા પ્રાથમિક શાળા, તોરણગામ પ્રાથમિક શાળા, કોથીફળિયા પ્રાથમિક શાળા, ધમડાછા પ્રાથમિક શાળા, લુસવાડા પ્રાથમિક શાળા, કસબાવાડી નિશાળ, ભાઠા પ્રાથમિક શાળા, ઉંડાચ પ્રાથમિક શાળા, અજરાઈ પ્રાથમિક શાળા અને ગાંધોર પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી હતી.


સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓમાં જોવા મળેલો ઉત્સાહ અને આનંદ આ પહેલની સફળતાને દર્શાવતો રહ્યો. શિક્ષણ સાથે સામાજિક સહયોગ જોડાય ત્યારે જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ માટે વધુ સકારાત્મક વાતાવરણ મળી શકે છે અને તેમના ભવિષ્ય માટે નવી તકો ઊભી થઈ શકે છે.

પટેલ ગ્રુપની આ પહેલ સમાજના અન્ય સક્ષમ વ્યક્તિઓ અને સંસ્થાઓને પણ શિક્ષણ ક્ષેત્રે યથાશક્તિ યોગદાન આપવા માટે પ્રેરણા પૂરી પાડે છે. બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત આગળ વધે તે સમયની જરૂરિયાત છે.

આ સેવાકીય કાર્ય બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પટેલ ગ્રુપના તમામ દાતાશ્રીઓ અને સહયોગીઓને હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top