Gandevi updates: કેનેરા નિવાસી દિનેશભાઈ દ્વારા છાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ.

SB KHERGAM
0

Gandevi updates: કેનેરા નિવાસી દિનેશભાઈ દ્વારા છાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ.


ગણદેવી તાલુકાની રેલગ્રસ્ત છાપર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન અને અભ્યાસને પ્રેરણા મળે તે હેતુથી કેનેરા નિવાસી શ્રી દિનેશભાઈના સહયોગથી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ હર્ષભેર નોટબુકો સ્વીકારી હતી અને શાળા પરિસરમાં આનંદનો માહોલ જોવા મળ્યો. દાતાશ્રીના આ સેવાભાવી કાર્યથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન મળ્યું હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવાયું.



શાળાના આચાર્યશ્રી કલ્પેશકુમાર ટંડેલે દાતાશ્રી શ્રી દિનેશભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે સમાજના દાતાશ્રીઓના આવા સહયોગથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહ જાગે છે અને જરૂરિયાતમંદ બાળકોને આગળ વધવાની પ્રેરણા મળે છે.

કાર્યક્રમ દરમિયાન શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારે દાતાશ્રીના આ ઉમદા સેવાકાર્યને બિરદાવી ભવિષ્યમાં પણ આવા સમાજોપયોગી સહયોગની અપેક્ષા વ્યક્ત કરી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top