Vikas saptah Navsari: નવસારી જિલ્લાની શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી.
“વિકાસ સપ્તાહ”- નવસારી જિલ્લો
મારા સપનાનું ગુજરાત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જય જય ગરવી ગુજરાત જેવા વિષયો પર વકૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન
(નવસારી: ગુરુવાર) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે “ભારત વિકાસ સપ્તાહ” ઉજવાણીના સુચારૂ આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં “વિકાસ સપ્તાહ” ની ઉજવણી થઈ રહી છે .
નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં “વિકાસ સપ્તાહ” ના ભાગરૂપે નવસારીની ૨૧૦ શાળાઓમાં સામુહિક પ્રતિજ્ઞા , ૯૬ વકૃત્વ સ્પર્ધા , ૧૧૮ નિબંધ સ્પર્ધા , ૭૮ ક્વીઝ સ્પર્ધા તથા ૫૮ શાળાઓમાં લખપતિ દીદી કાર્યક્રમ કરવામાં આવ્યા છે . જેમાં મુખ્યત્વે મારા સપનાનું ગુજરાત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જય જય ગરવી ગુજરાત જેવા વિષયો પર વકૃત્વ અને નિબંધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ ઉપરાંત લખપતિ દીદી કાર્યક્રમ અંતર્ગત સખી મંડળની બહેનો દ્વારા સરકારશ્રીની સહાયથી જીવનમાં આવેલ પરિવર્તન સાફલ્યગાથા રૂપે રજુ કરી હતી જે વિધાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન બની રહી હતી. “વિકાસ સપ્તાહ” અંતર્ગત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
#TeamNavsari
#CollectorNavsari
#DdoNavsari