ધોડિયા સમાજના આઠમા સંમેલનમાં એકતા અને કુરિવાજ નિવારણનો સંદેશ

SB KHERGAM
0

 ધોડિયા સમાજના આઠમા સંમેલનમાં એકતા અને કુરિવાજ નિવારણનો સંદેશ

બારડોલી તાલુકાના સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ગામે સમસ્ત ધોડિયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટ દ્વારા આઠમું ભવ્ય સંમેલન સફળતાપૂર્વક યોજાયું હતું. સંમેલનની શરૂઆત પ્રકૃતિ પુજન અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી તથા પ્રકૃતિનો છોડ અર્પણ કરી મહેમાનોનું સ્વાગત કરાયું હતું.


આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ચંપકભાઈ વાડવાએ સમાજની પ્રગતિ માટે ૨૨ મુદ્દા આધારિત કાર્યક્રમોની વિગત આપી હતી. જેમાં સમૂહ લગ્ન, લગ્ન ખર્ચ ઘટાડવા, કુરિવાજો દૂર કરવા, પરંપરાગત રીતિ-રિવાજોને સાવચેત રીતે અપનાવવાની અપીલ તેમજ શિક્ષણને મહત્વ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિવાસી સમાજના પ્રમુખ ડો. ગરાસીયા ઉપસ્થિત રહી સંમેલનને સમાજ સુધારણાનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top