ખેરગામ તાલુકાની વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો
ખેરગામ તાલુકાની પણંજ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને આનંદસભર શિક્ષણના ઉદ્દેશ્યથી આનંદમેળો યોજાયો. આ આનંદમેળામાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાણી પુરી, પાવભાજી, સમોસા, બટાકા પૌવા, ભેલ, પાતરા, રગડા સમોસા તેમજ સિકંજી જેવી વાનગીઓ બાળકોને ખાસ આકર્ષણ બની. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શિક્ષણ સાથે આનંદ અને અનુભવનો સંદેશો મેળવ્યો.
આનંદમેળાના વધારાના સિદ્ધ થયેલ હેતુઓ
• બાળકોમાં સર્જનાત્મકતા અને નવીન વિચારોને પ્રોત્સાહન મળ્યું
• વ્યવહારિક ગણિત (લેવું-દેવું, ભાવ સમજૂતી)નો અનુભવ થયો
• સ્વચ્છતા, શિસ્ત અને વ્યવસ્થાપનની સમજ વિકસાવી
• સંવાદ કૌશલ્ય અને આત્મઅભિવ્યક્તિમાં વધારો થયો
• શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીય સંબંધ મજબૂત બન્યા
• શાળાપ્રત્યે લાગણી અને જોડાણમાં વધારો થયો
• શીખવાનું કાર્ય આનંદસભર અને સ્મરણિય બન્યું
શાળાના આચાર્યશ્રી પરેશભાઈ પટેલે બાળકોને પ્રોત્સાહન આપવા બદલ વાલીઓ અને ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો હતો.





