નવસારી બી.આર.સી. ભવન ખાતે 96 દિવ્યાંગ બાળકોને રૂ.6.62 લાખની સહાય વિતરણ.
નવસારી બી.આર.સી. ભવન ખાતે આજે દિવ્યાંગ બાળકો માટે સહાય સાધનોના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત નવસારી, જલાલપોર તથા ગણદેવી તાલુકાના કુલ 96 દિવ્યાંગ બાળકોને અંદાજે રૂ. 6,62,128 કિંમતના વિવિધ સહાય સાધનો જેમ કે ટ્રાયસીકલ, વ્હીલચેર, સી.પી. ચેર, કેલિપર્સ, રોલેટર, ટી.એલ.એમ., બ્રેઇલ કીટ તેમજ હિયરિંગ એડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સહાય સાધનોનું વિતરણ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરૂણકુમાર અગ્રવાલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી બીઆરસી સહિત સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




