નારણપોર પ્રાથમિક શાળામાં પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો
નારણપોર પ્રાથમિક શાળામાં આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ વિતરણ કાર્યક્રમ આનંદપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
પતંગ વિતરણના દાતા તરીકે કાર્તિકભાઈ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ છેલ્લા પાંચથી છ વર્ષથી સતત નારણપોર પ્રાથમિક શાળાના તમામ બાળકોને પાંચ–પાંચ પતંગ દાનમાં આપી રહ્યા છે. તેમની આ સેવાભાવી પ્રવૃત્તિથી બાળકોમાં ઉત્સવની ભાવના સાથે દાન અને સંસ્કારના મૂલ્યોનું સંવર્ધન થાય છે.
શાળાના આચાર્ય શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ સહિત શાળા પરિવાર દ્વારા કાર્તિકભાઈ પટેલના આ સરાહનીય અને નિઃસ્વાર્થ યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આનંદ, ઉત્સાહ અને સામૂહિક ભાવના વિકસતી જોવા મળી હતી.




