ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી

SB KHERGAM
0

 ખેરગામની પોમાપાળ પ્રાથમિક  શાળામાં પતંગોત્સવની ઉજવણી.

પ્રાથમિક શાળામાં પતંગોત્સવની આનંદમય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શાળાના આંગણામાં તેમજ મેદાનમાં બાળકોએ પતંગ ચગાવી ઉત્સવનો આનંદ માણ્યો. પતંગ કપાતાં “કાયપો કાયપો”, “ખેંચ ખેંચ”ની બૂમો અને ચીચીયારીઓથી સમગ્ર શાળા ગુંજી ઉઠી અને વાતાવરણ ખૂબ જ ઉત્સાહભર્યું બની ગયું.


આ અવસરે શાળામાં  તમામ બાળકોને શાળા પરીવાર દ્વારા  તલના લાડુ ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું અને પતંગોત્સવને યાદગાર બનાવવામાં આવ્યો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top