બહેજ પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી
બહેજ પ્રાથમિક શાળામાં પતંગોત્સવની આનંદમય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાળકોોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શાળાના આંગણામાં તેમજ મેદાનમાં બાળકોએ પતંગ ચગાવી ઉત્સવનો આનંદ માણ્યો. પતંગ કપાતાં “કાયપો કાયપો”, “ખેંચ ખેંચ”ની બૂમો અને ચીચીયારીઓથી સમગ્ર શાળા ગુંજી ઉઠી અને વાતાવરણ ખૂબ જ ઉત્સાહભર્યું બની ગયું.
આ અવસરે તમામ બાળકોને તલના લાડુ ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું અને પતંગોત્સવને યાદગાર બનાવવામાં આવ્યો.




