તોરણવેરા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
તારીખ 10/01/2026 ના રોજ તોરણવેરા પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને દેશની ગૌરવસભર ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પોઇચાના સ્થળોની મુલાકાત કરાવવામાં આવી.
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન અંગે માહિતી મેળવી. સાથે જ પોઇચાના પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ સાથે આનંદનો અનુભવ થયો. આ પ્રવાસથી વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સંસ્કાર અને દેશપ્રેમની ભાવના વિકસી.



