ખેરગામની ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો ઉત્સાહભેર યોજાયો.
તારીખ ૧૦/૦૧/૨૦૨૬ના રોજ ખેરગામની ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના સહકારથી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને ગાણિતિક મૂલ્યોનો વ્યવહારિક અનુભવ, નફા-ખોટની સમજ, તેમજ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી સંકલ્પનાઓ પ્રાયોગિક રીતે સમજવા મળી.
કાર્યક્રમમાં એસએમસીના અધ્યક્ષ તથા સભ્યો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો દ્વારા તૈયાર કરાયેલ વાનગીઓની લિજ્જત માણી હતી. આનંદ મેળો બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી સાબિત થયો હતો.
#AnandMela #PrimarySchoolActivities #ExperientialLearning #CommunityParticipation #BaglessDay




