ખેરગામ તાલુકાની ત્રણ પ્રાથમિક શાળાનો સંયુક્ત શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
ખેરગામ, તા. 09/01/2026
ખેરગામ તાલુકાની ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળા, પોમાપાળ પ્રાથમિક શાળા તથા રાઘવા ફળિયા પ્રાથમિક વાવ દ્વારા સંયુક્ત રીતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક, ઔદ્યોગિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી. પ્રવાસમાં વસુંધરા ડેરી, નાયક ફાઉન્ડેશન, ગણદેવી સુગર ફેક્ટરી, મીની પોઇચા (નવાગામ) તથા દાંડી (નવસારી) જેવા મહત્વપૂર્ણ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ ડેરી ઉદ્યોગ, સામાજિક સેવા પ્રવૃત્તિઓ, ઉદ્યોગ ક્ષેત્રની કાર્યપ્રણાલી તેમજ રાષ્ટ્રીય ઇતિહાસ સાથે જોડાયેલા દાંડી જેવા સ્થળ વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી. આ પ્રવાસથી વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક જ્ઞાન, સામૂહિક શિસ્ત અને શૈક્ષણિક રસમાં વધારો થયો હતો.
પ્રવાસ દરમિયાન શિક્ષકમિત્રોએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને સમગ્ર પ્રવાસ સુવ્યવસ્થિત તથા આનંદમય રીતે સંપન્ન થયો હતો. શાળાના આ પ્રકારના શૈક્ષણિક પ્રવાસો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.




