ખેરગામ તાલુકાની આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત શૈક્ષણિક મુલાકાત યોજાઈ.
ખેરગામ તાલુકાની આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર તથા બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાળકોને ઈંટ બનાવવાની ભઠ્ઠી, શાકભાજીના વેપારી, ગેરેજ તેમજ પાલૅર જેવી વિવિધ સ્થળોની મુલાકાત કરાવવામાં આવી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સ્વરોજગાર સંબંધિત સમજ વિકસે તેમજ ભવિષ્યમાં તેઓ આત્મનિર્ભર બની શકે તે હેતુથી વ્યવહારૂ જ્ઞાન આપવામાં આવ્યું હતું.





