ચીખલી તાલુકાની કલીયારી પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલવિકાબેનને પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડથી સન્માન
ગુજરાતના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે એક ગૌરવપૂર્ણ ક્ષણ! કલીયારી પ્રાથમિક શાળાના સમર્પિત શિક્ષિકા બહેનશ્રી માલવિકાબેનને વિખ્યાત રામકથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તે પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ એવોર્ડ દર વર્ષે ગુજરાતના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને તેમના અથાગ પરિશ્રમ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના યોગદાન બદલ આપવામાં આવે છે. માલવિકાબેનને ₹૨૫,૦૦૦ની રોકડ રાશિ, પ્રશસ્તિપત્ર અને વિશેષ સન્માન સાથે આ બિરુદ મળ્યું છે.
માલવિકાબેનનું આ સન્માન માત્ર વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ મહિલા શિક્ષિકાઓની મહેનત, સમર્પણ અને સમાજના નાના બાળકોને આગળ વધારવાની શક્તિનું પ્રતીક છે. આનાથી શિક્ષક સમાજ તેમજ આખા ગુજરાતને ગર્વ થાય તેવી વાત છે!
આ તકે સમગ્ર શિક્ષક સમુદાય વતી માલવિકાબેનને હૃદયપૂર્વકના અભિનંદન. તેમનું કાર્ય અનેક બાળકોને પ્રેરણા આપતું રહેશે.
તમારા જેવા શિક્ષકોના કારણે જ ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ છે.




