ઉતાર ફળિયા વાડ શાળામાં કેશ ગૂંથણ અને મહેંદી સ્પર્ધા યોજાઈ.
ખેરગામ, તા. 8 ઓગસ્ટ, 2026: ખેરગામ તાલુકાની ઉતાર ફળિયા વાડ પ્રાથમિક શાળા ખાતે 8 ઓગસ્ટના રોજ કન્યાઓમાં રહેલી કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુથી કેશ ગૂંથણ અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં શાળાના ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દીકરીઓએ કેશ ગૂંથણ અને મહેંદીની વિવિધ ડિઝાઇન દ્વારા પોતાની આવડત અને કલાત્મક કૌશલ્ય રજૂ કર્યું હતું.
સ્પર્ધા પૂર્ણ થયા બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલી દીકરીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી.
શાળાના આચાર્યશ્રી વિજયકુમાર પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત પોતાની અંદરની પ્રતિભા અને કૌશલ્ય રજૂ કરવાની તક મળે તે પણ શિક્ષણનો મહત્વનો ભાગ છે. શાળામાં યોજાતી આવી રચનાત્મક પ્રવૃત્તિઓથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધશે તથા તેમની સર્જનાત્મક ક્ષમતાને પ્રોત્સાહન મળશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
આ સમગ્ર પ્રવૃત્તિ શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને સહયોગથી ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી.
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા.


