દાંડી દરિયા કિનારે સ્વચ્છતા અને પ્રવાસન વિકાસની કામગીરીનું જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની સાહેબ દ્વારા સ્થળ નિરીક્ષણ

SB KHERGAM
0

 

દાંડી દરિયા કિનારે સ્વચ્છતા અને પ્રવાસન વિકાસની કામગીરીનું જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની સાહેબ દ્વારા સ્થળ નિરીક્ષણ

સ્વચ્છતા અભિયાન હેઠળ ૮૫૦ જેટલા સેવાકર્મીઓ જોડાયા | સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીની સમીક્ષા

નવસારી, તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬: નવસારી જિલ્લાના દાંડી દરિયા કિનારે સ્વચ્છતા, પ્રવાસીઓ માટેની સુવિધાઓ તેમજ વિવિધ વિકાસલક્ષી કામગીરીની જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની દ્વારા સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી.

દાંડીના ઐતિહાસિક અને પ્રવાસન મહત્વને ધ્યાનમાં રાખીને દરિયા કિનારાની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનની કામગીરીનું જિલ્લા કલેક્ટરશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ અભિયાનમાં આશરે ૮૫૦ જેટલા સેવાકર્મીઓ જોડાયા હતા. દરિયા કિનારા તેમજ આસપાસના વિસ્તારોમાં કચરાના વ્યવસ્થિત નિકાલ અને સ્વચ્છતા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.


કલેક્ટરશ્રીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીની પણ વિગતવાર સમીક્ષા કરી હતી. કચરાના સંગ્રહ, વર્ગીકરણ, પરિવહન અને યોગ્ય નિકાલની વ્યવસ્થા અસરકારક રીતે થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દરિયા કિનારાની સ્વચ્છતા માટે વસૂલવામાં આવતી રકમના ઉપયોગ અંગે પારદર્શિતા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ વસૂલાતી રકમનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કરવા કડક સૂચના આપી હતી. સ્વચ્છતા માટેની કામગીરીમાં નિયમિત દેખરેખ અને જવાબદારી સુનિશ્ચિત કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.


આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાર્થના મંદિર, સૈફીવિલા અને નેશનલ સોલ્ટ મેમોરિયલની મુલાકાત લઈ પ્રવાસન સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી. દાંડીની ઐતિહાસિક ઓળખ અને પ્રવાસન ક્ષમતાને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય, સ્થળની સ્વચ્છતા અને જાળવણી જળવાઈ રહે તથા વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ મળે તે અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


જિલ્લા કલેક્ટરશ્રીએ દાંડીને સ્વચ્છ, સુઘડ અને પ્રવાસીઓ માટે વધુ સુવિધાસભર સ્થળ તરીકે વિકસાવવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top