Gandhinagar: ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી
ગાંધીનગર, મંગળવાર
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરુપે ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતેથી ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ દવેના અધ્યક્ષસ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીશ્રીઓ તથા જિલ્લા કચેરીઓના કર્મયોગીએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈને વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપવા નિશ્ચય કર્યો હતો.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જોડાઈ ગાંધીનગરના નાગરિકો પ્રતિજ્ઞા લઈને સર્ટિફિકેટ મેળવવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.
#VikasSaptah
#23yearsOfGrowth