Narmda: નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાના આયોજન અંગે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.

SB KHERGAM
0

 Narmda: નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાના આયોજન અંગે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.


તા.૧૫મી ઓક્ટોબરના રોજ જિલ્લાના આઈકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પદયાત્રા યોજાશે

રાજપીપલા, બુધવાર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેઓના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦૧૪ અને ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૦૭મી થી ૧૫મી ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉજવણીમાં આઈકોનિક સ્થળ ખાતે યોજવાની થતી વિકાસ પદયાત્રાના આયોજન અંગે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. 

જિલ્લામાં પણ "વિકાસ સપ્તાહ"ની ઉજવણી પ્રતિદિન અલગ-અલગ થીમ આધારિત કાર્યક્રમો થઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીના જાહેર જીવનના ૨૩ વર્ષની વિકાસ યાત્રાની સફળતાના ભાગરૂપે ૨૩ આઈકોનિક સ્થળો ખાતે પદયાત્રા યોજવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં આવેલાં વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તા. તા.૧૫મી ઓક્ટોબરના રોજ આ પદયાત્રા સવારે ૯-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી SOUથી એકતા પરેડ ગ્રાઉન્ડ અને તેના રૂટ પ્રમાણે ફરશે.  


જિલ્લા કલેક્ટરરશ્રી એસ.કે.મોદીએ પદયાત્રાના આયોજન અંગે જણાવ્યું કે, આઈકોનિક સ્થળ ખાતે પદયાત્રા યોજાનાર હોઈ તેમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ, શાળાના શિક્ષકો, આઈસીડીએસના આંગણવાડી-આશાવર્કર બહેનો, મધ્યાહન ભોજન સંચાલકો, ફેરપ્રાઈઝ શોપ હોલ્ડર્સ, SRP-પોલીસ જવાનો, NCC-હોમગાર્ડના જવાનો, SOU નો સ્ટાફ સહિત જિલ્લા-તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં સક્રિયરીતે સહભાગી બને તેવી ખાસ અપીલ કરી હતી. કાર્યક્રમનું સુંદર રીતે આયોજન થાય અને સુપેરે પાર પડે તે માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નું, SoUADTGA ના અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સંજય શર્મા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Collector Narmada Gujarat Information Jilla Panchayat Narmada

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top